Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

વડોદરા : પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા પોલીસના ધાડેધાડા ઉતર્યા, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વડોદરા શહેરના પાણીગેટ દરવાજાવાલી મસ્જીદ નજીક કોમી છમકલુ થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. એક તબક્કે મસ્જિદના બારીના કાચને નુકશાન પહોંચવાની સાથે મસ્જિદ ખાતેના ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ તોફાની તત્વોએ ઊંઘા પાડ્યા હતા. તો બીજી તરફ પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે શ્રીજીની આગમન યાત્રા ટાણે કોઈએ અટકચાડો કરતાં મામલો તંગ બન્યો હોવાનું પણ અનુમાન છે. બનાવના પગલે જોઈન્ટ સીપી ચિરાગ કોરડીયા, ઝોન-4ના પન્ના મોમયા, ડીસીપી યશપાલ જગાણીયા, ડીસીબી, એસ.ઓ.જી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ પોલીસે શ્રીજી આગમન યાત્રામાં આવેલ ડીજે સિસ્ટમ અને જનરેટર સહિતનો સામાન જપ્ત કર્યો હોવાની માહિતી મળી છે. ઘટના અંગે તલસ્પર્શી તપાસ બાદ તોફાની તત્વોની અટકાયત થશે, જ્યારે જોઈન્ટ સીપીએ નગરજનોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. જોકે, હાલ ચાર દરવાજા વિસ્તારમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાતા પરિસ્થિતિ થાળે પડી છે.વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: