Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

અનલોક 4 ની ગાઈડ લાઈન મુજબ હવે ગુજરાતમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, જાણો બીજી કઈ છૂટ આપવામાં આવી…..

અમદાવાદઃ કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક તરફ સરકાર આગળ વધી રહી છે. આજે ગુજરાત સરકારે અનલોક 4ની ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવેથી રાજ્યના તમામ શહેરોમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ ગાઈડલાઈનના પાલન સાથે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

સમગ્ર દેશમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે 24 માર્ચ 2020ના રોજ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કાવાર તેમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિયમોને આધિન ધીરે ધીરે લોકાડાઉનમાં રાહત આપતા અનલોક જાહેર કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ અનલોક-4ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના નાગરિકોને કેટલીક મહત્વની રાહતો આપી છે.

ગુજરાત અનલોક 4 માં કઈ કઈ છૂટછાટ આપવામાં આવી…

  • દુકાનો- 24 કલાક ખુલ્લી રાખી શકાશે
  • હોટલ અને રેસ્ટોરન્ટ- SOPના પાલન સાથે રાત્રે 11 વાગ્યા સુધી
  • શોપિંગ મોલ- SOP સાથે ખુલ્લા રાખી શકાશે
  • ફેરિયાઓ- SOPના પાલન સાથે તેઓ વેચાણ કરી શકેશે
  • લાયબ્રેરી- 60 ટકા કેપિસિટી સાથે શરૂ કરી શકાશે
  • GSRTC બસ- રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલશે
  • સીટી બસ- અમદાવાદ અને સુરતમાં 50 ટકા મુસાફરો સાથે ચલાવી શકાશે
  • પ્રાઈવેટ બસ- 50 ટકા કેપિસિટી સાથે ખાનગી બસ પણ ચાલુ રહેશે
  • ઓટો રિક્ષા- એક ડ્રાઈવર સાથે બે મુસાફર
  • કેબ,ટેક્ષી- એક ડ્રાઈવર સાથે બે મુસાફર (સીટીંગ કેપેસિટી 6 કરતા વધારે હોય તો ત્રણ મુસાફર)
  • ટુ-વ્હીલ વાહન- બે મુસાફરો
  • પ્રાઈવેટ ઓફિસ- સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓફિસ ચાલુ રાખી શકાશે
  • પાર્ક અને જાહેર ગાર્ડન- તમામ ખુલ્લા રાખી શકાશે
  • ઓપન એર થિયેટર- 21-9 થી ખુલ્લા રાખી શકાશે (મૂવી થિયેટર, સ્વિમિંગપૂલ બંધ રહેશે)

જાહેર કાર્યક્રમોમાં 100 વ્યક્તિઓને મંજૂરી

સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકિય સમારોહમાં 100 વ્યક્તિઓની મર્યાદમાં એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ તેમણે ફેસ કવર, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કિનિંગ અને સેનેટાઈજરની સુવિધા સાથે પરમિશન આપવામાં આવશે. જ્યારે લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ અંતિમક્રિયામાં 20 વ્યક્તિઓને એકઠા થવાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: