Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

થરાદ ની મુખ્ય નહેર માંથી આધેડ ની બિનવારસી શબ મળતા ચકચાર

થરાદ પંથકમાં રોજિંદા આત્મહત્યા ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે ઉપરાંત કેનાલમાંથી બિનવારસી મૃતદેહ મળવાનો સિલસિલો પણ યથાવત છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં થરાદ – ઢીમાં રોડ પર આવેલ મુખ્ય નહેરના પુલ પાસે કોઈ અજાણ્યા ઈસમ નો શવ તરતો  હોવા ની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયરટીમ તેમજ તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર સ્ટાફ તેમજ તરવૈયા દ્વારા મૃતદેહ ને બહાર નીકાળવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તા-૨૫/૦૫/૨૦૨૨ થરાદ – ઢીમાં રોડ પર આવેલ નર્મદાની મુખ્ય નહેરના પુલ નજીક કોઈ અજાણ્યા વૃધ્ધ નો શબ તરતી  હાલતમાં જોતા જાણ થરાદ નગરપાલિકાની ફાયરટીમ કરાતા  ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ સહિતની ફાયરની ટિમ તથા તરવૈયા સુલતાન મીર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને મૃતદેહ ને બહાર નિકાળ્યો હતો જોકે ઘટનાને પગલે નહેરના પુલ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ વૃધ્ધની ઓળખ કરતાં તે કાનજીભાઈ પારૂભાઈ ઉ.વ.આ ૭૦ રહે શિવનગર થરાદ વાળો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: