અમદાવાદ શહેરના નરોડામાં એએમટીએસ બસમાં ટિકિટ લેવાનું કહેતા ઉશ્કેરાઇ ગયેલા યુવકે કન્ડક્ટર અને ડ્રાઇવરને બીભત્સ ગાળો બોલી મુઢ માર માર્યો હતો. તેમ જ બસ ઊભી રખાવીને તેના અન્ય ૩ સાગરીતોને બોલાવી ડ્રાઇવરને પથ્થર મારી માથું ફાડી નાંખી બસમાં પથ્થરો મારો કરી કાચ તોડી નાંખ્યા હતાં. આ બનાવ અંગે કન્ડક્ટરે અજાણ્યા યુવક વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 24 વર્ષીય પ્રવીણ ખરાડી એએમટીએસ બસમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. 22 ઓગસ્ટે સાંજે પ્રવીણભાઈ અને ડ્રાઇવર કનુ પરમાર નરોડા ટ્રમિનલથી અરવિંદ પોલિકેટવાળા રૂટ પર બસ લઇને નીકળ્યા હતા. એ વખતે બસમાં એક યુવકને પ્રવીણભાઈએ ટિકિટ લેવાનું કહ્યું હતું. આ વાત સાંભળીને યુવકે ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું કે, તું કેમ મારી પાસે ટિકિટના પૈસા માગે છે? અને બીભત્સ ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. આથી બસમાં પેસેન્જરોમાં ભારે હોબાળો મચી ગયો હતો. ડ્રાઇવર કનુભાઇએ બસ સૈજપુર પોલીસ ચોકી પાસે ઊભી રાખી દીધી હતી. જોકે એ વખતે અન્ય 3 યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને કનુભાઈને પથ્થર મારીને માથું ફાડી નાંખ્યું હતું તેમ જ કન્ડક્ટરને પણ માર મારી બસ પર પથ્થર મારો કરીને બસના કાચ તોડી નાંખી ભાગી ગયા હતાં. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ટિકિટ લેવા બાબતે યુવકે બસ કંડકટર અને ડ્રાઇવરને મૂઢ માર માર્યો, બસ રોકાવીને ૩ સાગરીતોને બોલાવી ડ્રાઇવરને પથ્થર મારો કર્યો
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
