બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ટેટ પાસ કરેલ બેરોજગારો ઉમેદવારો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી બાબતે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૯ હજારથી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેની સામે માત્ર અને માત્ર 3300 જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલ છે પરંતુ હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો વિદ્યા સહાયક ની નવી ભરતી તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે બે મહિના અગાઉ અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ધરણા આંદોલન પર બેઠા હતા ત્યારે માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ અમારુ આંદોલન સ્થગિત કરાવેલ અને અમને આશ્વાસન આપેલ કે આ ભરતીમા જગ્યા વધારો નહીં થાય પરંતુ ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું પરંતુ એ સમયને પણ બે મહિનાના વહાણા વીતી ગયા પરંતુ હજી સુધી ટૂંક સમય આવેલ નથી તો માનનીય શિક્ષણ મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી કે ટૂંક સમયમાં નવી ભરતી ની જાહેરાત આપવામાં આવે જો હજી પણ ટૂંક સમયમાં અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ટૂંક સમયમાં અમારું સ્થગિત કરેલુ આંદોલન ફરીથી શરૂ કરીશું એવી ચીમકી આપવામાં આવી છે
થરાદ બેરોજગાર યુવાનો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી માટે થરાદ ધારાસભ્ય ને લેખિત રજૂઆત કરાઈ 
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
