આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી આબુરોડ થી પાલનપુર જતા નેશનલ હાઇવે પર એક એક – બે બે ફૂટના રોડ વચ્ચે ખાડા પડતા વાહન ચલાકો પરેશાન બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ શરુ થયું અને ઠેર ઠેર ખાડારાજ શરુ થઇ ગયું છૅ.ત્યારે આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જોકે આ ખાડાઓ અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હવે વાહનચાલકો ખાડા પુરવા માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર નજીક આવેલો અમદાવાદ-આબુ રોડને જોડતા નેશનલ હાઇવે પર ખાડારાજ સર્જાયું છે પાલનપુરથી આબુરોડ ને જોડતા માર્ગ પર ઠેર ઠેર 1-1 2-2 ફૂટના ખાડા પડી જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે બીજી તરફ આ ખાડાઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા વાહનચાલકો ભય સાથે વાહન હંકારી રહ્યા છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી ખાડાઓ પૂરવાની કામગીરી ન આરંભતા વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે મહત્ત્વની વાત છે કે આ નેશનલ હાઈવે પર ચોમાસા દરમ્યાન પડેલા ખાડા ને પગલે થોડા દિવસ અગાઉ આબુરોડ હાઈવે પર એક ટ્રક પલટી મારી ગઈ હતી
બનાસકાંઠા જિલ્લાની નજીક આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
