ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સોળ એની રહ્યું છે અને અષાઢ મહિનામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. શ્રાવણ મહિનામાં પણ વરસાદ સારો રહેતા ગુજરાતના મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. હાલ ગુજરાતના દરિયા કિનારા પર લો પ્રેસર સર્જાતા હવામાંન વિભાગ દ્વારા ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ શરૂ થતા ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને ફાયર અને NDRF, SDRFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. આગામી ત્રણ ચાર દિવસ વરસાદની આગાહીને પગલે જાફરાબાદ બંદરે બોટોના ખડકલા થઇ ગયા છે.ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડશે તો કચ્છમાં અતિભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં રાજાનો માહોલ હોવાથી લોકો દરિયા કિનારાના સ્થળે ફરવા જશે તે માટે લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.
આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
