Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાત સરકાર દ્વારા સૈનિક સંગઠનોની પડતર પાંચ માંગણીઓ સ્વિકારી લીધી 

ગુજરાત સરકાર દ્વારા 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વાઇકરવામાં આવી છે. માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મામલે રજુઆત કરી રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આખરે આ માજી સૈનિકોની માંગણીઓ સ્વિકારી હોવાથી માજી સૈનિકો તેમજ તેમના પરિવારને ફાયદો થશે.

માજી સૈનિકો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણી પુરી કરવા માટે આંદોલન કરી રહ્યા હતા અને ગઈકાલે તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેમની માંગણીઓ માંથી 5 માંગણી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં સૈન્કો ગઈકાલે હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા. 

સરકાર દ્વારા આ માંગણીનો સ્વીકાર કરાયો 

1) શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય 

2) શહીદ જવાનના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય 

3) શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય 

4) અપંગ જવાનના કિસ્સામાં રૂ. 5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય 

5) અપરણિત શહીદ જવાનના કિસ્સામા માતા-પિતાને રૂ. 5 લાખની સહાય 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતો સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબાર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે શહીદ થનાર જવાનોના પરિવારોને આ રાહત આપવામાં આવશે. ગુજરાત સરકારની સરકારી નૌકરીમાં હાલ માજી સૈનિકો માટે અનામત આપવામાં આવે છે જે મુજબ વર્ગ 1 અને 2માં 1 ટકા, વર્ગ 3માં 10 ટકા અને વર્ગ 4 માટે 20 ટકા અપાય છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: