Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

સરકાર નાગરિકોની સુખાકારીના કામોમાં નિષ્ફળ નીવડી છે ,જો રસ્તા રિપેર ના થાય તો નાગરિકોને ટેક્સની 25% રકમ પરત કરો

અમદાવાદ શહેરના ખરાબ રસ્તાઓથી ત્રાસીને શહેરના નાગરિક દ્વારા જાહેરહિતમાં અરજી કરવામાં આવી છે. શહેરમાં બિસમાર રોડ મામલે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમા એવી રજૂઆત કરાઇ છે કે, કોર્પોરેશન સારા રોડ આપવામાં નિષ્ફળ નીવડી છે તેથી રોડ માટે ઉઘરાવેલા ટેક્સમાંથી 25 ટકા રકમ પરત આપવી જોઇએ. નાગરિકો પાસેથી વેરો વસૂલાય છે પરંતુ તૂટેલા રોડ રિપેર કરાતા નથી. શહેરમાં ઠેર ઠેર ખરાબ રસ્તા જોવા મળે છે, ખરાબ રસ્તાઓ પરથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

ખરાબ રસ્તાને રિપેર કરવા અંગે વારંવાર નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદો કરવા છતાં તેમની ફરિયાદનું નિવારણ લાવવામાં નથી આવી રહ્યું. જવાબદાર અધિકારીઓના ખિસ્સામાંથી ટેક્સની રકમ વસૂલીને તેમાંથી રોડ રિપેર કરવા જોઇએ. જે રોડ જે અધિકારીના તાબા હેઠળ આવતા હોય તેમની પાસેથી અંગત પણે ખર્ચે વસૂલવો જોઇએ.

રસ્તા પર રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બની છે. શહેરના લગભગ તમામ રોડ પર એક ફૂટમાં ખાડા પડી ગયા છે. છતાં તેને રિપેર નહીં કરતા અનેક લોકો અકસ્માતે પીડાય છે. તમામ મુશ્કેલીનો સામનો કરીને પણ નાગરિકો પાસેથી ટેક્સ વસૂલી શકાય નહીં. આ અંગે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: