દેવ વિદ્યામંદિર થરાદ ખાતે 73મા પ્રજાસતાક દિન ની ઉજવણી કોરોના મહામારીને કારણે સાદગીપૂર્વક કરવામાં આવી.આમ તો આપણે દરેક રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશના જવાનોને અગ્રતા આપીએ છીએ તેમ આ વર્ષે પણ આપણા આમંત્રણને માન આપીને જમ્મુ કાશ્મીર માં એક આર્મીના જવાન તરીકે ફરજ બજાવતા અને આપણા જ વતન એવા દૈયપઢાણી ગામના વતની ચૌધરી પ્રેમજીભાઈ માવજીભાઈ ઉપસ્થિત રહ્યા જે બદલ શાળા પરિવાર તેમનો દિલથી આભાર માને છે. આ પ્રસંગે તેમના જ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને દેશની શાન તિરંગાને સલામી આપવામાં આવી.આ પ્રસંગે શાળાના તેમના દ્વારા બાળકોને દેશભક્તિ માટે તત્પર બનવા વક્તવ્ય આપવામાં આવ્યું. શાળાના પ્રમુખ દેવાભાઈ દ્વારા બાળકને પોતાના દ્વારા થતી દેશની સેવા કરવાની હિમાયત કરવામાં આવી. તેમજ શાળાના આચાર્ય જયેશભાઈ દ્વારા દરેકનો આભાર માની બધા જ મોં મીઠું કરીને સૌ છૂટા પડ્યા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ સાહેબ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું.
દેવ વિદ્યામંદિર થરાદ ખાતે 73મા પ્રજાસતાક દિન ની ઉજવણી કરાઈ
Tags:
#થરાદ ના સમાચાર#દિન ની ઉજવણી કરાઈ#દેવ વિદ્યામંદિર થરાદ#પ્રજાસતાક દિન ની ઉજવણી#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#બનાસકાંઠા નું લોકલ નેટવર્ક#બનાસકાંઠા લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
