પીએમના બંદબસ્તમાંથી દોડેલા થરાદ પાલિકાની ફાયરટીમના કર્મચારીઓએ કોતરવાડા ગામની સીમમાં ટ્રેલર અને કેમિકલનું ટેન્કર વચ્ચે અસ્માતમાં ફસાયેલા એક વ્યક્તિને જીવીત બચાવી લીધો હતો. જે કે તેમણે બે ને ન બચાવી શકાયાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. થરાદ મીઠા હાઇવે પર આવેલા કોતરવાડા ગામની સીમમાં ચામુંડા પેટ્રોલ પંપની સામે ભાભર રોડ પર ટ્રેલર અને કેમિકલનું ટેન્કર વચ્ચે ગમખ્વાર અસ્માત સર્જાતાં બંન્ને ગાડી બળીને ખાખ થવા પામી હતી. જ્યારે બે વ્યક્તિ પણ જીવતા ભુંજાયા હતા. આ બનાવ અંગે દિયોદર મુકામે પીએમ બંદોબસ્તમાં રહેલાથરાદ નગરપાલિકાના ફાયરટીમ કર્મીઓને કોલ મળતાં તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા. અને એક વ્યક્તિને જીવતો બચાવી લીધો હતો. આ અંગે પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે એસઓજીના અંડરમાં હેલીપેડ પર તેઓ સાથીદાર ધનજી પ્રજાપતિ અને શૈલેષ ઠાકોર સાથે સીઓ અને પ્રાંતની ઇમરજન્સી પરમીશન લઇને દોડી આવ્યા હતા. અને આગ પણ તરત ઓલવી નાખી હતી. તેમજ રાત્રે અગિયાર વાગ્યે પરત નિયત સ્થળે પહોંચી પણ ગયા હતા. જે કે કાર્યક્રમ સ્થળથી ૨૫ કિમી દુર ઘટના હોઇ બે વ્યક્તિ ને ન બચાવી શકવાનો અફસોસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
પીએમના બંદોબસ્તમાંથી દોડેલા થરાદ પાલિકાની ફાયરટીમે એકને બચાવ્યો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#પીએમના બંદોબસ્તમાંથી દોડેલા થરાદ પાલિકાની ફાયરટીમે એકને બચાવ્યો#ફાયર ફાઈટર ટીમ બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
