સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હવે દિવસ હોય કે પછી રાત કોઈ પણ સમયે ચોર ટોળકી વાહનોની ઉઠાનતરી કરી જતી હોય છે જે બાબતે વાહન ચોરોએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે સ્થળ પરથી જ અથવા તો ઘર બેઠા જ ઓનલાઈન એફઆઈઆર મોબાઈલથી કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એપ બનાવવામાં આવી છે જેના કારણે લોકોએ હવે પોલીસ સ્ટેશન જવાને બદલે તાત્કાલિક પોતાના મોબાઈલથી જ વાહન ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવી શકાશે . જે અંતર્ગત આજે ડીસા માં ભુજ રેન્જ આઈજી જે આર મોરથલીયા ની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો હતો. ઈ-એફ.આઈ.આર.માં મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે આ સેવાનો લાભ લઇ શકે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ડીસા લાયન્સ હોલ ખાતે યોજાયેલ ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર માં ગુજરાત પોલીસની મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદનો ઓનલાઈન સ્વીકાર અને નિકાલ કરતી સેવાની માહિતી આપી હતી. તેમજ ઇ એફ આઈ આર એ ડિજિટલ ગુજરાત ઝુંબેશનો એક મહત્વનો પડાવ અને સિધ્ધી છે. સામાન્ય માણસને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ આપવા માટે આ સેવા શરૂ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
ઇ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ બનેલા સિટીઝન પોર્ટલ દ્વારા નાગરિકો હવે ઘરે બેઠા ૧૬ જેટલી પોલીસ સેવા મેળવી શકે છે. .
ડીસા માં લાયન્સ હોલ ખાતે સીટીઝન ફર્સ્ટ એપ અને પોર્ટલ પર E-FIR અંગે લોકો ને જાગૃત કરાયા
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
