દિયોદરમાં સોમવારે ભારે વરસાદના કારણે સોનીથી નવાપુરા તરફ જતાં માર્ગ પર ભારે વરસાદથી રોડ ધોવાઇ ગયો હતો. જયારે એક વૃક્ષ વીજ લાઇન પર પડતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું હતું.ત્યારે સોમવારે દિયોદર પાસે આવેલ નવાપુરા નજીક એક રોડ ધોવાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો રહ્યો હતો. જ્યારે એક વૃક્ષ લાઇન પર ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવેલા પાક પણ ધોવાઇ ગયા હતા અને લીલો ઘાસચારો તેમજ અનેક પાક પણ આ ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઇ ગઇ હતી.જેના કારણે ખેડૂતોને મોટું નુકશાનીનો સામનો કરવો પડશે. જયારે ત્રણ દિવસ બાદ ભારે પડેલા વરસાદના કારણે અને અનેક જગ્યા પાણી ભરાયાં.વૃક્ષો પડી ગયા હોવા ના અનેક જગ્યાએ નાના મોટા નુકશાન ના સમાચાર સામે આવી રહ્યા છે.
દિયોદર પાસે નવાપુરામાં ભારે વરસાદથી રોડ ધોવાતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
