પાલનપુર માં મેઘરાજા મન મૂકી ને વરસ્યા,નીચાણવાળા વિસ્તારમાં માં પાણી ભરાયા..

બનાસકાંઠા જિલ્લા માં બે દિવસથી વરસાદે જીલાને ઘમરલ્યો, વહેલી સવારથી શરૂ થયેલ વરસાદે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમાં શહેર માં આવેલ સોસાયટી માં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશન થઈ ગયા હતા તો બીજી તરફ લોકો ના ઘર માં 5 ફૂટ પાણી ભરાયા હતા તો બીજી તરફ નેશનલ હાઈવે પર પાણી ભરાતા હાઈવે પર લાંબી લાંબી લાગી છે લાઈનો, વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા હાઈવે નો એક તરફી માર્ગ બંદ કરાયો હતો જેના લીધે ટ્રાફિક જામ સાથે વાહનો ની લાંબી લાઈનો લાગી હતી અને વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા તો વાહન ચાલકો એ નેશનલ હાઈવે સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો કે દર વર્ષે સામાન્ય વરસાદ માં હાઈવે પર આ રીતે પાણી ભરાઈ જાય છે અને તંત્ર માત્ર ને માત્ર આક આડા કાન કરે છે જોકે આજે ટ્રાફિક જામ થતા મામલતદાર શ્રી સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક નેશનલ હાઈવે ના અધિકારી ઓને રસ્તા પરથી પાણી નો નિકાલ કરવા સૂચના ઓ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *