Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

એશિયા કપ 2022માં બાબર આઝમનો જંગ વિરાટ કોહલી સાથે નહી પણ આ ખેલાડી સાથે થશે

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્ને ટીમોએ એશિયા કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે અને એવામાં ફેન્સને તેની વાપસીની રાહ જોઇ રહ્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે અને અત્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે પરંતુ એશિયા કપ દરમિયાન તેની નંબર-1ની ખુરશીનો ખતરો રહેશે પરંતુ આ ખતરો વિરાટ કોહલીથી નહી પણ અન્ય ભારતીય બેટ્સમેન છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ રેન્કિંગમાં આ સમયે બીજા સ્થાન પર સૂર્યકુમાર યાદવ છે.બાબરના ખાતામાં 818 રેટિંગ પોઇન્ટ છે જ્યારે સૂર્યાના ખાતામાં 816 રેટિંગ પોઇન્ટ છે. ત્રીજા નંબર પર પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જે 794 રેટિંગ પોઇન્ટ સાથે આ બન્ને કરતા ઘણો પાછળ છે. હવે એશિયા કપ 2022માં આ વાતનો પણ નિર્ણય થઇ જશે કે ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહે છે. બાબર આઝમનું ફોર્મ જોતા સૂર્યકુમાર યાદવ માટે જોકે, આ આસાન થવાનું નથઈ કે તે તેની ગાદી આસાનીથી મેળવી લે.બાબર આઝમ ઇનિંગનો પ્રારંભ કરે છે જ્યારે કેએલ રાહુલની વાપસી બાદ સૂર્યકુમાર યાદવ ઓપનની જગ્યાએ નંબર-4 પર બેટિંગ કરવા આવી શકે છે. એવામાં તેની માટે બાબર આઝમને માત આપવી કઠિન સાબિત થઇ શકે છે. એશિયા કપમાં આ બન્નેની બેટિંગ નક્કી કરશે કે ક્યો બેટ્સમેન ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ટોપ પોઝિશન પર પોતાની જગ્યા મજબૂત કરશે.

એશિયા કપમાં ભારતના આ ખેલાડીઓ પર રહેશે નજર

એશિયા કપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ પર સૌની નજર રહેશે. બીજી તરફ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ ઓલ રાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને ચેમ્પિયન બનાવવાનો દમ ધરાવે છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: