Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

થેરવાડા ગ્રામજનો દ્વારા વિજેતા સરપંચ નું સન્માન કરાયું..

ડીસા તાલુકાના થેરવાડા ગામમાં સરપંચ પદે ધુડિયા કરમસીભાઈ વિજય બનતા આજે તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય બનેલા સરપંચોનું ગ્રામજનો દ્વારા ઠેરઠેર સન્માન કરવામાં આવી રહી છે ખાસ કરીને પોતાના વિસ્તારનો વિકાસ થાય તેમજ સમયસર દરેક સમાજના કામો થાય તે માટે ગ્રામજનો દ્વારા સરપંચ ની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે પરિવર્તન જોવા મળી છે અને નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે

ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામના ધૂડિયા કરમસીભાઈ સરપંચ પદે ચૂંટાઈ આવતા આજે ગ્રામજનો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં વરઘોડો નીકાળી સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને થેરવાડા ગામનો વિકાસ થાય ગામમાં સારા રસ્તાઓ લાઇટની સુવિધા તેમજ સમયસર ગામના લોકોને પાણી મળી રહે તેવા કામો સરપંચ દ્વારા કરવામાં આવે તે આસયથી ધૂડિયા કરમસીભાઈને સરપંચ પદે લોકો દ્વારા ચૂંટીને લાવવામાં આવ્યા છે ત્યારે આજે થેરવાડા ગામના સરપંચનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

Tags: #gujarat news#gujarati news channel live#http://yehhainewsindia.com/#The winning sarpanch was honored by Theravada villagers.#todays news#ઉમેદવારો#ગ્રામપંચાયતની સીટ પરથી મહિલા સરપંચે#ડીસા#ડીસા તાલુકા ની ચુંટણી#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા સમાચાર#થેરવાડા ગ્રામજનો દ્વારા વિજેતા સરપંચ નું સન્માન કરાયું#બનાસકાંઠા ની ચુંટણી#યે હૈ ન્યૂઝ ઇન્ડિયા#વિજેતા સરપંચ નું સન્માન કરાયું#વિજેતા સરપંચ મહિલા સરપંચે#સમાચાર#સરપંચ ના ઉમેદવારો#સહકાર આપનો સાથ અમારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: