Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સમરસતાનો જીવંત દાખલો: વાવ તાલુકાના ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર

સમરસતાનો જીવંત દાખલો: વાવ તાલુકાના ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામપંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે બનાસકાંઠા(banaskantha) જિલ્લામાં પણ વાવ તાલુકાની કુલ ૫૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. પરંતુ લોકશાહી અને સહમતિનો સુંદર દાખલો પુરો પાડતાં ચોટીલ ગ્રામપંચાયતે મતદાનથી પહેલાં જ સમરસતાની દિશામાં પગલું ભર્યું છે.

ચુંટણી પ્રક્રિયામાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચોટીલ (chotil) ગ્રામપંચાયતની આખી બોડી બિનહરીફ રહી હતી. જેને પગલે આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

ચોટીલના તમામ ગ્રામજનો એકમનથી ભેગા મળી દેશના લોકશાહી ઢાંચામાં સમરસતાની આ ઉજળતી પરંપરાને આગળ ધપાવતાં સરપંચ પદ માટે શ્રી પટેલ શંકરભાઈ ગંગદાસભાઈની પસંદગી કરી છે. તેમના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસની આશા અને અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે ગ્રામજનોએ સહકાર, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે એકબીજાનો અભિનંદન આપી, આ સમાજમાં સમરસતાની ભાવનાને વધારે મજબૂત બનાવી છે.

સંદેશ: ચોટીલ જેવી ગ્રામપંચાયતોના આઉટપુટથી સ્પષ્ટ છે કે સંવાદ, સહમતિ અને સમાજહિતની ભાવના હોય તો વિવાદથી નહિ, પરંતુ સંમતિથી પણ વિકાસના દ્વાર ખુલવા શક્ય છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: