Live Wed, Nov 25, 2026
Rajkot • 31°C Sunny

સમરસતાનો જીવંત દાખલો: વાવ તાલુકાના ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર

સમરસતાનો જીવંત દાખલો: વાવ તાલુકાના ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામપંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે બનાસકાંઠા(banaskantha) જિલ્લામાં પણ વાવ તાલુકાની કુલ ૫૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. પરંતુ લોકશાહી અને સહમતિનો સુંદર દાખલો પુરો પાડતાં ચોટીલ ગ્રામપંચાયતે મતદાનથી પહેલાં જ સમરસતાની દિશામાં પગલું ભર્યું છે.

ચુંટણી પ્રક્રિયામાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચોટીલ (chotil) ગ્રામપંચાયતની આખી બોડી બિનહરીફ રહી હતી. જેને પગલે આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

ચોટીલના તમામ ગ્રામજનો એકમનથી ભેગા મળી દેશના લોકશાહી ઢાંચામાં સમરસતાની આ ઉજળતી પરંપરાને આગળ ધપાવતાં સરપંચ પદ માટે શ્રી પટેલ શંકરભાઈ ગંગદાસભાઈની પસંદગી કરી છે. તેમના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસની આશા અને અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે ગ્રામજનોએ સહકાર, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે એકબીજાનો અભિનંદન આપી, આ સમાજમાં સમરસતાની ભાવનાને વધારે મજબૂત બનાવી છે.

સંદેશ: ચોટીલ જેવી ગ્રામપંચાયતોના આઉટપુટથી સ્પષ્ટ છે કે સંવાદ, સહમતિ અને સમાજહિતની ભાવના હોય તો વિવાદથી નહિ, પરંતુ સંમતિથી પણ વિકાસના દ્વાર ખુલવા શક્ય છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું કામ બોલશે તો કોંગ્રેસ શું કરશે? રાજકીય ચર્ચા તેજ Breaking
ગુજરાત • Nov 24, 2026

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું કામ બોલશે તો કોંગ્રેસ શું કરશે? રાજકીય ચર્ચા તેજ

ભાજપ વિકાસનાં કામો અને સરકારી યોજનાઓના આધારે મેદાનમાં ઉતરશે? કોંગ્રેસ જનતાના પ્રશ્નો સાથે આપશે...
થરાદ વિધાનસભા ભાજપનું લુણાલના નકળંગ મંદિરે સ્નેહમિલન સંમેલન યોજાયું, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકરો એકઠા થયા Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 23, 2026

થરાદ વિધાનસભા ભાજપનું લુણાલના નકળંગ મંદિરે સ્નેહમિલન સંમેલન યોજાયું, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકરો એકઠા થયા

નવા વર્ષની શરૂઆત નિમિત્તે થરાદ વિધાનસભા ભાજપ દ્વારા લુણાલ ગામના નકળંગ મંદિરે સ્નેહમિલન સંમેલનનું...
વાવ-થરાદ જિલ્લા ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા 26 નવેમ્બરે યોજાશે! ગૌ સર્કલથી રેફરલ ત્રણ રસ્તા સુધી નીકળશે યાત્રા Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 23, 2026

વાવ-થરાદ જિલ્લા ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા 26 નવેમ્બરે યોજાશે! ગૌ સર્કલથી રેફરલ ત્રણ રસ્તા સુધી નીકળશે યાત્રા

વાવ-થરાદ: વાવ-થરાદ જિલ્લા ભાજપ દ્વારા 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે જિલ્લા મથકે...
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન: 20 હજારથી વધુ સમાજબંધુઓ ઉમટ્યા Breaking
બનાસકાંઠા • 📍 ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ( Editor ) • Nov 16, 2026

ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન: 20 હજારથી વધુ સમાજબંધુઓ ઉમટ્યા

15 હજાર યુવાનોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો; 18 રાજ્યોના બે હજાર...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: