Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં બેઠકમાં ચૂંટાયેલા લોકો ભાજપ ના કાર્યકરોની સતત અવગણના કરતા આંતરિક વિખવાદ ચરમ સપાટીએ જોવા મળ્યો

  • ડીસામાં આજે જી જી માળી સંકુલ ખાતે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ની ખાસ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો, તાલુકા પંચાયતના ડેલિગેટ, સરપંચો, પાલિકાના કોર્પોરેટરો, જનસંઘના કાર્યકરો સહિત 500 થી વધુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમનો વધુમાં વધુ પ્રચાર કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી..આ બેઠકમાં આગામી સમયની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચે અને ભાજપ શાસનમાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા માટેની તમામ રણનીતિ વિષે ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં ડીસા ભાજપ માં ચાલી રહેલા આંતરિક વિખવાદ પણ ચરમ સપાટીએ જોવા મળ્યો હતો અને કેટલાક આગેવાનોએ કટાક્ષ માં અને કહેવત માં કહી આવનાર વિધાનસભા ની ચૂંટણી માં ડીસા બેઠક પર પણ પરિવર્તન લાવવાની જોરશોરથી વાત કરી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં ખાસ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તે ખાસ કરીને ડીસાની બેઠક એ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બેઠક માનવામાં આવે છે અને આ બેઠકની નજર સૌ કોઈ પર હોય છે ત્યારે આવનારા સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ડીસા બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાય તે માટે કાર્યકર્તાઓ દ્વારા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક બુથમાં ભાજપમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: