- ડીસામાં આજે જી જી માળી સંકુલ ખાતે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ની ખાસ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો, તાલુકા પંચાયતના ડેલિગેટ, સરપંચો, પાલિકાના કોર્પોરેટરો, જનસંઘના કાર્યકરો સહિત 500 થી વધુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમનો વધુમાં વધુ પ્રચાર કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી..આ બેઠકમાં આગામી સમયની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચે અને ભાજપ શાસનમાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા માટેની તમામ રણનીતિ વિષે ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં ડીસા ભાજપ માં ચાલી રહેલા આંતરિક વિખવાદ પણ ચરમ સપાટીએ જોવા મળ્યો હતો અને કેટલાક આગેવાનોએ કટાક્ષ માં અને કહેવત માં કહી આવનાર વિધાનસભા ની ચૂંટણી માં ડીસા બેઠક પર પણ પરિવર્તન લાવવાની જોરશોરથી વાત કરી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં ખાસ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તે ખાસ કરીને ડીસાની બેઠક એ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બેઠક માનવામાં આવે છે અને આ બેઠકની નજર સૌ કોઈ પર હોય છે ત્યારે આવનારા સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ડીસા બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાય તે માટે કાર્યકર્તાઓ દ્વારા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક બુથમાં ભાજપમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી
ડીસામાં બેઠકમાં ચૂંટાયેલા લોકો ભાજપ ના કાર્યકરોની સતત અવગણના કરતા આંતરિક વિખવાદ ચરમ સપાટીએ જોવા મળ્યો
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
