થરાદ વાવ સુઇગામ પંથકમાં એવા સરહદી વિસ્તારમાં લંમ્પી વાયરસ બીમારીમાં ભોગ બનેલી ગાયોને સારવાર અર્થે ઊંઝા ધંધાર્થે સ્થાયી થયેલ ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ ના 200 જેટલા યુવાનો 10 ગાડી ઓ સાથે પોતાના માદરે વતન થરાદ વાવ સુઇગામ પંથકમાં આવેલી ગૌશાળાઓ તેમજ રસ્તે રખડતી બિનવારસી પીડિત ગાયોને સારવાર અર્થે મદદ કરવા સેવાનું કાર્ય કરવા બીડું ઝડપ્યું છે
સરહદી પંથકમાં ગાયોને લંમ્પી વાયરસ બીમારી પ્રસરી જતાં ગૌવંશ મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યું છે જેમાં સ્થાનિકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરી ગૌવંશને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે થરાદ વાવ સુઇગામ પંથકમાંથી ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાઈ થયેલ 200 જેટલા 10 ગાડી ઓ સાથે ઔદિત્ય બ્રહ્મ સમાજના ભાનું ભાઈ ,ભૂરા ભાઈ,ભગવાન ભાઈ ,આગેવાનો તેમજ યુવાન મિત્રોએ પોતાના માદરે વતનમાં તેમજ સ્થાનિક કર્ણાવતી હોટલ પરિવાર પણ આ ગૌવંશ ઉપર આવી પડેલ કુદરતી આફતી સમયે વતન તરફીનો પ્રેમ દાખવી 150 મણ ના 51000 ઔષધી લાડુ તેમજ મેડિકલ કીટ સાથે ટીમ થરાદ ખાતે પહોંચી સરહદી પંથકના ત્રણ તાલુકાઓમાં પીડિત ગાયોની સારવારમાં જોડાઈ સેવા કરવાનો પ્રેમ દાખવતાં સ્થાનિક લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે તેમજ આ કુદરતી આફત ને સરકારે જેમ કોરના વાઇરસ ને કન્ટ્રોલ કર્યો એવી આ અબોલ પશુઓ ને લમ્પી નામના રોગ માંથી બચાવે તેવી ઉગ્ર માંગ કરી