Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા ખાતે ગુજરાતની મહિલા ક્રિકેટ ટિમની લીગની આજથી શરૂઆત

ભારત સરકાર દ્વારા પણ સ્ત્રીઓ આગળ વધે તે માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.. સરકારના આ પ્રયાસોને મદદરૂપ બનવા માટે ડીસા ખાતે ન્યુ ટીસીડી ફાર્મ પણ આગળ આવી છે.. ડીસા ખાતે ગુજરાતની મહિલા ક્રિકેટ ટિમની લીગની આજથી શરૂઆત થઈ છે.. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેંટમાં ગુજરાત ભરની મહિલા ખેલાડીઓ ભાગ લેશે… અને આ મહિલા ક્રિકેટર સિઝન બોલ ક્રિકેટ પર પોતાના કાંડાનું કૌવત બતાવશે.. આ ટુર્નામેંટનું ઉદ્ઘાટન ભારત સરકારના મહિલા આયોગના સદસ્ય ડો.રજુલબેન દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકાના પૂર્વ સદસ્ય નિલેષભાઈ ઠક્કર, પાલિકા સદસ્ય ચેતનભાઈ ત્રિવેદી, રમેશભાઈ દેલવાડીયા, સંજયભાઈ ગેલોત સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.. આ સમગ્ર ટુર્નામેંટનું સંચાલન વિપુલભાઈ આલ અને શૈલેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: