ભારત સરકાર દ્વારા પણ સ્ત્રીઓ આગળ વધે તે માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.. સરકારના આ પ્રયાસોને મદદરૂપ બનવા માટે ડીસા ખાતે ન્યુ ટીસીડી ફાર્મ પણ આગળ આવી છે.. ડીસા ખાતે ગુજરાતની મહિલા ક્રિકેટ ટિમની લીગની આજથી શરૂઆત થઈ છે.. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેંટમાં ગુજરાત ભરની મહિલા ખેલાડીઓ ભાગ લેશે… અને આ મહિલા ક્રિકેટર સિઝન બોલ ક્રિકેટ પર પોતાના કાંડાનું કૌવત બતાવશે.. આ ટુર્નામેંટનું ઉદ્ઘાટન ભારત સરકારના મહિલા આયોગના સદસ્ય ડો.રજુલબેન દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકાના પૂર્વ સદસ્ય નિલેષભાઈ ઠક્કર, પાલિકા સદસ્ય ચેતનભાઈ ત્રિવેદી, રમેશભાઈ દેલવાડીયા, સંજયભાઈ ગેલોત સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.. આ સમગ્ર ટુર્નામેંટનું સંચાલન વિપુલભાઈ આલ અને શૈલેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે ગુજરાતની મહિલા ક્રિકેટ ટિમની લીગની આજથી શરૂઆત
Tags:
#Gujarat women's cricket team league starts from today at Deesa#ડીસા#ડીસા ખાતે ગુજરાતની મહિલા ક્રિકેટ ટિમની લીગની આજથી શરૂઆત#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
