નરેશ પટેલની રાહ જોવામાં કોંગ્રેસ અટવાઈ ગઈ છે કેમ કે, કોંગ્રેસની કમિટીની નિમણુક અટકી છે. મિશન 2022 અંતર્ગત નરેશ પટેલે નિર્ણય ના કરતા કમિટીની નિમણુક અટકી પડી છે. કેમ કે, તેઓ હજુ સુધી ના જોડાતા કેમ્પેઈન, મેનિફેસ્ટો, પબ્લિસિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી સહીતની નિમણૂક અટકી પડી હોવાની વિગતો મળી છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય છે તો કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તેમના કોંગ્રેસમાં જોડાવવાને લઈને મેનિફેસ્ટો કમિટીના ચેરમેનની જવાબદારી દિપક બાવળીયાને સોંપાય તેવી પણ શક્યતાઓ છે.પબ્લિસિટી કમિટીની જવાબદારી પણ કોંગ્રેસ દ્વારા ફિક્સ કરી દેવામાં આવી છે. ત્યારે ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી અર્જુન મોઢવાડીયાને સોંપાઈ શકે છે. આ ઉપરાંત નરેશ પટેલ કોંગ્રેસમાં ના જોડાય તો કોંગ્રેસની નિમણુકમાં ફેરફાર થઈ શકે છે. મિશન 2022 અંતર્ગત દરેક પાર્ટીઓની તૈયારીએો શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ નરેશ પટેલ કોંગ્રેસમાં ક્યારે જોડાશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી બની શકે છે. નરેશ પટેલની કેટલાક પ્રકારની માંગણીઓ હોય કે, જેમાં નરેશ પટેલની માંગ કોંગ્રેસના શીર્સ નેતૃત્વ પૂરી નહીં કરી શકતી હોય છે. ક્યાં કોકડુ ગુંચવાયું છે તેને લઈને પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થતી નથી.
શું નરેશ પટેલની રાહ જોવામાં કોંગ્રેસ અટવાઈ છે, કોંગ્રેસની કમિટીની નિમણુક અટકી
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
