Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

Google સાથે જોડાયેલા 5 રોચક તથ્યો, જોવા જરૂરી છે ..

  • ગૂગલ પોતાના સર્ચ એન્જીન, યૂટિલિટી પ્રોડક્ટસ, ઈન્ટરનેટ સર્વિસ અને ગેજેટ્સની સાથે સાથે પોતાની શાનદાર ઓફિસ માટે પણ પ્રખ્યાત છે.
  • ગૂગલ પોતાના સર્ચ એન્જીન, યૂટિલિટી પ્રોડક્ટસ, ઈન્ટરનેટ સર્વિસ અને ગેજેટ્સની સાથે સાથે પોતાની શાનદાર ઓફિસ માટે પણ પ્રખ્યાત છે. પરંતુ હાલમાં જ ગૂગલે એક વધુ ઈતિહાસ રચ્યો છે. આજે ગૂગલ 20 વર્ષનું થઈ ગયું છે.

1.ક્યારેક ગૂગલને વેંચવા માંગતા હતા CEO

  • શરૂઆતી સમયમાં ગૂગલના સંસ્થાપક સર્જી બ્રિન અને લૈરી પેજ ગૂગલને વેચવા માટે એક્સાઇડ કંપનીના સીઈઓ પાસે ગયા હતા. આ બંન્ને કંપનીને 1 મિલિયન ડોલરમાં વેચવા ઈચ્છતા હતા. એક્સાઇડ કંપની તરફથી ગૂગલને માત્ર 750000 ડોલરની ઓફર કરવામાં આવી હતી. તે સમયે સોદો ન થયો અને ગૂગલે બાદમાં આટલું વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

2.ગૂગલ અને કંપનીઓ

  • ગૂગલ વિશે વધુ એક રોમાંચક વાત તે છે કે 2010થી ગૂગલે લગભગ દર સપ્તાહે એક નવી કંપનીમાં રોકાણ કર્યું છે. 2010માં ગૂગલે એનર્જીની સાથે ગૂગલે પોતાનું પ્રથમ રોકાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ એરા એનર્જી રિસોર્ટમાં બીજીવાર રોકાણ કર્યું. આ વર્ષે ગ્લોબલ આઈપી ગ્લોબલ આઈપી સોલ્યૂસન અને આવી ઘણી કંપનીઓને ગૂગલે પોતાની સાથે ભેળવી લીધી. ત્યારબાદ એન્ડ્રોઇડ, મોટોરોલા, ક્વિક્ઓફિસ જેવી ઘણી કંપનીઓનો પોતામાં વિલય કર્યો હતો. હવે મોટોરોલા કંપનીને લેનોવોએ ખરીદી લીધી છે. 2013 સુધી ગૂગલે 125 કંપનીઓ ખરીદી લીધી હતી.

3.ભૂલથી પડ્યું ગૂગલ નામ

  • ગૂગલ સર્ચ એન્જીનના નામના સ્પેલિંગ તેના સંસ્થાપકો દ્વારા કરાયેલી ભૂલને કારણે GOOGLE લખવામાં આવ્યું. તેનું નામ લખતા સમયે ભૂલમાં GOOGLE લખી દીધું. આ કંપનીને વાસ્તવમાં GOOGOL નામ આપવાનું હતું.

4.ગૂગલના બાવરચી પાસે હતી 150 લોકોની ટીમ

  • ગૂગલ તરફથી નવેમ્બર 1999માં એક કૂક રાખવામાં આવ્યો. ચાર્લી અઇયર્સ (Charlie Ayers) શરૂઆતી સમયમાં 40 કર્મચારીઓનું ભોજન બનાવતો હતો. તેના કામની મીડિયામાં ખુબ પ્રશંસા કરવામાં આવી. 2006માં ચાર્લીએ ગૂગલ છોડ્યું તે સમયે ગૂગલના આ માસ્ટર સેફની પાસે ટીમમાં 4 ખાસ કૂક અને 150 લોકોની ટીમ બની ગઈ હતી. આ ટીમ એક દિવસમાં 4000 લંડ અને ડિનર પિરસે છે. 

5.મિઠાઇઓના નામ પર કેમ રાખવામાં આવ્યું એન્ડ્રોઇડનું નામ?

  • એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના માર્કેટમાં પોતાની બાદશાહત બનાવી લીધી છે. નંબર વન ઓપરેટિંગ સિસ્ટમ હોવાની સાથે-સાથે આ ઓપરેટિંગ સિસ્ટમના નામને લઈને ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આખરે તેનું નામ મિઠાઈયોના નામ પર કેમ રાખવામાં આવે છે. ગૂગલના એક કર્મચારી રેનડલ સરાફાના હિસાબથી આ ટીમવર્કનું કારણ છે. આ વિશે કંપનીએ સત્તાવાર ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે ગૂગલના એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમને ABCDના આલ્ફાબેટના  હિસાબથી નામ આપવામાં આવ્યા છે.  Cupcake, Donut, Eclair, Froyo, Gingerbread, Honeycomb, Ice Cream Sandwich, Jelly Bean, KitKat અને હાલનું Lollipop.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: