લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

હર ઘર તિરંગા : PMએ નિયમો હળવા કરતા હવે સૌ દેશવાસીઓ પોતાના ઘરે ફરકાવી શકે છે તિરંગો : પાટીલ

હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા લહેરાય તે માટે નિયમોમાં ફેરફાર કરી આગામી 13મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન પ્રોટોકોલ જાળવી તિરંગો સૌ દેશવાસીઓ ફરકાવી શકેશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે શુભારંભ કરાતા તેમને આ વાત કહી હતી.દેશની મહામૂલી સ્વતંત્રતા મેળવવા માટે દેશના અસંખ્ય વિર સપુતોએ શહિદી વ્હોરી લીધી હતી પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી હતી તેવા નામી-અનામી શહિદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રધ્વજ દરેક ઘરે ફરકાવિને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.સી.આર.પાટીલ એ વધુમાં જણાવ્યું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ વિતરણ શરૂ થયો છે. આજે અંહીથી નાગરિકો રાષ્ટ્રધ્વજ સરળતાથી મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સમગ્ર રાજયમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યઓ વિઘાનસભા વિસ્તારમાં આશરે 20 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાના છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોઇએ છીએ. પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવા બાબતે ઘણા નિયમો હતા કે જે અંતર્ગત સુર્યાસ્ત પછી રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો પડતો અને માત્ર સુતરના કાપડનો બનેલો રાષ્ટ્રધ્વજ માન્ય ગણાતો પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર ઘર તિરંગા લહેરાય તે માટે નિયમોમાં ફેરફાર કરી આગામી 13મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન પ્રોટોકોલ જાળવી તિરંગો સૌ દેશવાસીઓ ફરકાવી શકેશે. આપણા દેશના તિરંગા માટે કેટલાય નામી-અનામી વિરોએ બલિદાન આપ્યું છે. કેટલાય વિર શહિદોએ અંગ્રેજોના જુલમો સહન કર્યા છે,જેલમાં ગયા તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માન્યો કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રપ્રેમ વધશે તેમજ વિર શહિદોને દેશના સૌ નાગરિકો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
રાજનીતિ • ઓગસ્ટ 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • મે 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • એપ્રિલ 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: