બનાસકાંઠા જીલ્લા હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી ડીસા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામે પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની હતી. ભારે વરસાદના પગલે કુંપટ ગામના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે ખેતરોમાંથી ખેડૂતોને બહાર આવવું પણ બંધ થઈ ગયું હતું. આજે બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના પગલે કુંપટ ગામના અનેક રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ભારે પાણી વહેતું હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થ થઈ જઈ શક્યા ન હતા જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી દર વર્ષે કુંપટ ગામમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જે બાબતના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા દર વર્ષે વરસાદી પાણીથી સ્થાનિક લોકોને ભારે નુકસાન વેચવાનો વારો આવે છે ત્યારે આજે પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર વરસાદી પાણી ભરાતા ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
ડીસા તાલુકાના કુંપટ ગામે ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
