Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા IMA ડોકટર હડતાલ માં જોડાયા

બનાસકાંઠા માં આજે એક હજાર થી વધુ ડોક્ટરો એ પોતાની હોસ્પિટલો બંધ રાખી હડતાલ માં જોડાયા છે ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરી રાજ્ય સરકારને હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ પર રાખવુ જોઈએ તેમજ કાચના ગ્લાસ દૂર કરવા સહિતની જોગવાઈઓ લાગુ કરવા માટે સૂચના આપી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે તમામ હોસ્પિટલો ને સાત દિવસમાં આદેશનું પાલન કરવા માટે ની નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય ના વિરુદ્ધમાં  આજે IMA ગુજરાતના 30,000 થી વધુ ડોક્ટરો જોડાયા છે અને 4000 થી વધુ હોસ્પિટલોમાં 24 કલાક સુધી તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવામાં આવી છે.IMA સમર્થન માં ડીસા IMA ના તમામ ડોક્ટરો પણ જોડાયા હતા. આ લડત માં બનાસકાંઠા માં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલો, લેબોરેટરી, નર્સિંગ હોમ,પ્રસુતિ ગૃહ, ઓપીડી અને ઇમર્જન્સી સહિત તમામ સેવાઓ બંધ રાખી 170 થી વધુ ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો. 24 કલાક સુધી ચાલનારી આ હડતાલમાં ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. IMA ડીસા ના પ્રમુખ ડો. બળવંત પંચાલે જણાવ્યું હતું કે સાત દિવસમાં કોઈપણ મોટી હોસ્પિટલમાંથી આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવું એ શક્ય નથી. આ નિર્ણય અતાર્કિકઅને અયોગ્ય છે સરકારે આના માટે ડોક્ટરો સાથે મળીને લોકોના હિતમાં વિચાર કરવો જોઈએ અને રસ્તો નીકળવો જોઈએ..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: