કાંકરેજ દિયોદર તેમજ ભાભરના ખેડૂતો આજે ડીસાના નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાની જમીનમાંથી પસાર થતી હેવી વીજ લાઈન માટે પુરા વળતરની માંગ કરી હતી. ખેડૂતોની માંગ છે કે અદાણી ગ્રૂપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે. જે અંતર્ગત તેમણે સરકારના માર્ગદર્શિકા મુજબ 15 ટકા વળતર મેળવવા માટે સરકારની જોગવાઈ હોવા છતાં કંપની દ્વારા માત્ર ન કહી શકાય તેવું વળતર આપી કામગીરી શરૂ કરી આવી છે. જેને લઇને ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ટ્રાન્સકો કંપની દ્વારા પૂરેપૂરું વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી કંપનીના હેવી વીજ લાઈન કામગીરીને અટકાવવામાં આવશે.
ડીસા નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સાથે આવેદનપત્ર
Tags:
##VAV##બનાસકાંઠા#Deesa sits on a picket in front of the Deputy Collector's Office and seeks full compensation.#ડીસા નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી#ડીસા નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સાથે આવેદનપત્ર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
