Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ઢીમા ના પ્રવેશદ્વાર પર બનાવેલ ગટર શોભાનાં ગાંઠિયા સમાન,રોડ રસ્તાઓ તૂટી ગયાં કામો માં ભ્રષ્ટાચાર ની બું

વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ડિસેમ્બર 2021માં ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પૂર્વ સરપંચ દ્વારા રોડ રસ્તાઓ સહિત ગામનાં પ્રવેશદ્વાર પર જ બનાવેલ ગટર સહિત વિકાસ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે.ત્યારે રાજકીય વગ ધરાવતા અને પાર્ટીમાં હોવાનાં કારણે અધિકારીઓએ પણ મોટા બિલ પાસ કર્યાં હોય એમ ગટરમાં કનેક્શનનાં અભાવે ગટર શોભાના ગાંઠિયા સમાન બની છે.તો વળી ઢીમા આંબેડકરનગરમાં બનાવેલ સી.સી.રોડ સહિત ગટરનાં કામમાં લેવલિંગ સહિતની ખામીને કારણે પાણી નીકળતું નથી.ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં લાખ્ખો રૂપિયાનાં ખર્ચે કરેલ વિકાસ કામોની તપાસ કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.ચાર માસ અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે આચારસંહિતામાં પણ રાતદિવસ ગટર અને રોડ રસ્તાઓનું કામ સતત ચાલુ રહ્યું હતું.તો વળી પાંચ વર્ષ સુધી ગટર કે અન્ય વિકાસ કામો કરવાની સરપંચને એમનાં પુત્રને સમય મળ્યો નથી.ત્યારે માત્ર ટૂંકા ગાળામાં જ લાખ્ખો રૂપિયાનાં કામો કરીને સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ કરવામાં આવેલ વિકાસ કામોની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગ ઉઠી છે.અત્રે નોંધનીય છે કે સરહદી વાવ તાલુકાનાં ઐતિહાસિક યાત્રાધામ ઢીમા ધામનાં વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામપંચાયતને લાખ્ખો રૂપિયાની ગ્રાંટ આપવા છે.ત્યારે પોતાના અંગત સ્વાર્થ ખાતર કરેલ ગટર,રોડ,રસ્તાઓ સહિતનાં કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે.

રાજકીય વગ ધરાવતા પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની અધિકારીઓ તપાસ કરશે કે નહીં ??

જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ગ્રામપંચાયત દ્વારા વર્ષ 2017થી 2021 સુધીનાં પાંચ વર્ષમાં 5 કરોડથી પણ વધારેનાં વિકાસ કામો થયાં છે. ત્યારે આજદિન સુધી પણ ગ્રામપંચાયત દ્વારા જાહેર શૌચાલય નથી બન્યું તો વળી લાખ્ખો રૂપિયાનાં ખર્ચે જાહેર રસ્તાઓ પર લગાવેલ એલઈડી લાઈટો વીજ કનેક્શનનાં અભાવે બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે.તો વળી કેટલીય લાઈટો ચોરાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિકાસ કામોની તપાસ કરવાની માંગ ઉઠી છે…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: