Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

CM ભૂપેન્દ્ર પટેલ રવિવારે જશે દિલ્હી, પીએમની ઉપસ્થિતિમાં યોજાશે બેઠક

ગુજરાતની સીએમ ભૂપેન્દ્ર પટલે ફરી એકવાર દિલ્હી જશે. દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની જેમ સામેલ થશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આ બેઠક કૃષિ અને આરોગ્ય વ્યવસ્થાના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાવા જઈ રહી છે અગાઉ આ બેઠક બે વર્ષ પહેલા મળી હતી. ત્યારે પ્રથમ વખત સીએમ ભૂપેન્દ્ર પટેલ આ બેઠકની અંદર ભાગ લેશે. આ બેઠક રવિવારના રોજ યોજવામાં આવશે. અગાઉ આ બેઠક જ્યારે પહેલા મળી હતી ત્યારે આ બેઠકની અંદર વિજય રુપાણી તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો ભાગ લીઘો હતો.
દિલ્હી ખાતે નીતી આયોગની પૂર્ણ પરીષદની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવશે, અગાઉ 2020માં ફેબ્રુઆરી મહિનામાં આ બેઠક યોજવામાં આવી હતી. દેશમાં મહત્વના સેક્ટરો કૃષિ અને આરોગ્ય છે ત્યારે આ મામલે ચર્ચા કરવામાં આવશે. સીએમ દિલ્હી રવિવારે જશે. ગુજરાતના સીએમ ઉપરાંત તમામ રાજ્યોની સીએમને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સાથે ઉપ રાજ્યપાલ પણ આ બેઠકમાં હાજર રહેશે. ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીનો પણ આવતી કાલથી બે દિવસનો દિલ્હી પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે.
આ પહેલા જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ભાગ લીધો હતો
અગાઉ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. દેશના અન્ય ભાજપ શાસિત રાજ્યોના સીએમ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. ચૂંટણી લક્ષી ઔપચારીક ચર્ચા આ દરમિયાન થઈ હતી. ખાસ કરીને આ બેઠકની અંદર અમિત શાહની પણ ઉપસ્થિતિ રહી હતી ત્યારે ગુજરાતના સીએમ ફરી એકવાર જુલાઈ બાદ દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: