Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

અનાથ અને બીમારી વાળા માટે કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર-૧૦૯૮

મિશન વાત્સલ્ય અંતર્ગત સમગ્ર ભારત દેશમાં બાળ સુરક્ષાની વિવિધ યોજનાઓ હાલમાં અમલીકરણમાં છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં પણ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો જેવા કે અનાથ, એક વાલીવાળા બાળકો, અશક્ત કે ગંભીર બિમારી ધરાવતા માતા પિતાના બાળકો, કેદીના બાળકો, તક્તાના બાળકો માટે બનાસકાંઠા જિલ્લામાં ૦ થી ૦૬ વર્ષના બાળકો માટે સરકરી સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી તથા ૦૬ થી ૧૮ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન હોમની સ્થાપના હનુમાન ટેકરી, આબુ હાઇવે, પાલનપુર ખાતે કરવામાં આવેલ છે. જેમાં બાળ કલ્યાણ સમિતિના આદેશથી આવા કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને આશ્રય, પૌષ્ટિક આહાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, કપડાં વગેરે વિનામૂલ્યે આપવામાં આવે છે.અહીં દર્શાવેલ કેટેગરીમાં આવતા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો આપના ધ્યાને આવે તો આપ આવા બાળકોને ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર-૧૦૯૮ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાલનપુર ફોન નંબર-૦૨૭૪૨-૨૫૧૮૦૦ અથવા બાળ કલ્યાણ સમિતિ, બનાસકાંઠા ફોન નંબર- ૦૨૭૪૨ ૨૫૩૭૯૫ ઉપર સંપર્ક કરી આવા બાળકોને મદદરૂપ બની શકો છો.
કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૪૫ મુજબની જોગવાઇ અનુંસાર જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહ્યા છે તેવા બાળકો પૈકી જે બાળકો બાળ સંભાળ સંસ્થામાં ૦૧ માસ કે તેથી વધુ સમયથી રહેતા હોય તેવા બાળકોને જો તેમના કુટુંબમાં સામાજીક પુન:સ્થાપન કરવામાં આવે તો આવા બાળકોને સ્પોન્સરશિપ યોજના અંતર્ગત ૦૩ વર્ષ સુધી કે બાળક ૧૮ વર્ષ પુર્ણ કરે તે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધી દર મહિને રૂ.૩૦૦૦ ની આર્થિક સહાય મળવા પાત્ર છે.જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૪૬ મુજબની જોગવાઇ અનુંસાર જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહ્યા છે તેવા બાળકો પૈકી જે બાળકો ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરે તે બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાળક ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી તેના શિક્ષણ અને તેની વ્યવસાયિક કૌશ્યલમાં વધારો થાય તે માટેની વિવિધ તાલીમો મેળવી શકે તે માટે દર મહિને રૂ. ૬૦૦૦ ની આર્થિક સહાય આફ્ટર કેર યોજના અંતર્ગત આપવામાં આવે છે.
જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૪૪ મુજબની જોગવાઇ અનુસાર જે બાળકોની સાર સંભાળ રાખનાર કોઇ ના હોય અને બાળ સંભાળ સંસ્થામાં રહેતા હોય તેવા ૬ થી ૧૮ વર્ષના બાળકોને પારિવારિક ઉછેર મળી શકે તે હેતુથી બાળકોને તેના ખર્ચ પેટે માસિક રૂ. ૩૦૦૦ અને પાલક કુટુંબ અથવા ફીટ ફેસીલીટી તરીકે માન્યતા ધરાવતી સંસ્થાને બાળકની સાર સંભાળ માટે રૂ.૩૦૦૦ કુલ મળીને રૂ.૬૦૦૦ લેખે સહાય આપવા માટે ફોસ્ટર કેર યોજના અમલી છેબાળ સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે કે યોજનાકીય વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા, જીલ્લા સેવા સદન-૨, રૂમ નંબર ૩૪-૩૫ ભોંયતળીયે, જોરાવર પેલેસ કંપાઉન્ડ, પાલનપુર ફોન નંબર- ૦૨૭૪૨ ૨૫૧૮૦૦ પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: