Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ધમકી, ગત વર્ષે ઘરની બહાર મળી હતી શંકાસ્પદ કાર

રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકીઓ મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકીભર્યા કોલ માત્ર એક-બે વખત નહીં પરંતુ 3 વખત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ડીબી માર્ગ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધમકી આપનાર વ્યક્તિએ 3 વખત ફોન કર્યો હતો. આ ફોન કોલ્સ રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિશનદાસ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યા છે. જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે.

ગત વર્ષે અંબાણીના ઘરની બહાર મળી હતી શંકાસ્પદ કાર 

આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરીમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. શંકાસ્પદ કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર ATS સિવાય NIAએ પણ આ કેસમાં તપાસ કરી હતી.આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. લાલ કિલ્લા પરથી દેશના ખૂણે ખૂણે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. યુવાનો, બાળકો અને વૃદ્ધો સૌ આઝાદીની ઉજવણીમાં આનંદ માણી રહ્યા છે. ગરીબ હોય કે અમીર બધા પોતપોતાની રીતે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન અંબાણી પરિવારનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે દેશના સૌથી ધનિક પરિવારોમાંનો એક છે.વીડિયોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ તેમના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિ ગર્વથી ત્રિરંગો લહેરાવે છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: