Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ કરમાવદ તળાવ ભરવા માટે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારના ખેડુતો, પશુપાલકો અને ગ્રામજનો માંગણી કરી રહ્યા હતા તેને સહર્ષ સ્વીકારી કરમાવદ તળાવ ભરવા માટે રૂ.550 કરોડની યોજના મંજૂર કરી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરી જિલ્લાકક્ષાના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં યોગદાન આપનારા અનેક વીરસપુતો સહિત રાષ્ટ્રપિતા પૂજય મહાત્માર ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, બંધારણના ઘડવૈયા ર્ડા. બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ એની પાછળ લાખો નામી અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. 
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: