Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

ડીસા રિસાલા બજાર માં આગ નો બનાવ સામે આવ્યો

આ ઉનાળામાં બનાસકાંઠા જીલ્લામાં અલગ અલગ જગ્યા પર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ડીસા શહેરના રિસાલા બજારના એક શોપિંગ કોમ્પ્લેક્ષના ધાબા પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.. આ કોમ્પ્લેક્ષના ધાબા પર પડેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના કચરાનો ઢગલામાં અચાનક આગ લાગતાં અફરા તફરી મચી ગઈ હતી.. અને આસપાસના વિસ્તારના લોકો પણ ભયભીત બની ગયા હતા.. આ આગની ઘટના બનતા દૂર દૂર સુધી તેની લપટો દ્રશ્યમાન થતી હતી.. આ ઘટના બનતા એકઠા થયેલા લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતાં ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.. અને લગભગ અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.. આ ઘટનામાં ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર સમયસર ઘટનાસ્થળ પર ના પહોંચ્યું હોત તો મોટી હોનારત સર્જાવાની આશંકા હતી.. કારણ કે જે કોમ્પ્લેક્ષના ધાબા પર આગ લાગી હતી તેની નીચે જ તેલના ગોડાઉન આવેલા હતા અને જો આગ વધી હોત તો આ ગોડાઉનને પણ મોટું નુકશાન થવાની શક્યતા હતી.. પરંતુ ગનીમતે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલમત્તાને નુકશાન પહોંચ્યું નથી…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: