ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ નાલંદા વિધાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી કરાઈ

ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે શાળાના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શાળાને સ્થાપના થયા બાદ દર વર્ષે શાળા પરિવાર દ્વારા વર્ષના અંતે વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. વર્ષ 2009 ના રોજ શાળાના જુના મકાનમાંથી નવા મકાનમાં પ્રવેશ કર્યા ત્યારથી માંડીને આજ સુધી દર વર્ષે શાળાના વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવે છે શાળાના વર્ષગાંઠની ઉજવણી દરેક વિદ્યાર્થીઓ મહેનતપૂર્વક પોતાની સૂજ અને આવડતથી વર્ગખંડને તોરણો ફુગાવો રંગોળી દ્વારા ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવે છે શાળાના વર્ષગાંઠ નિમિત્તે દરેક વર્ગનું સુશોભિત કરવામાં આવેલ તેમનું નિરીક્ષણ શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા અને કેસ ગૂંથન સ્પર્ધાનો પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્ટાફના ભાઈઓ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતની ગેમનું આયોજન કરી વિદ્યાર્થીઓના ખેલૈયાની ભાવનાથી બધી જ રમતો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *