માલગઢ કુપટ હાઈવે પ્રાથમિક શાળા મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

માલગઢ કુપટ હાઈવે પ્રાથમિક શાળા મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ડીસા તાલુકાના માલગઢ ગામે મહાદેવપુરા વિસ્તારમાં આવેલ માલગઢ કુંપટ હાઇવે પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તારીખ 07.07.1977 ના રોજ શાળાની સ્થાપના કરવામાં આવી હતી જે શાળામાં ભીમાજી માસુગજી સુદેશા દ્વારા શાળાની જમીનનું ભૂમિદાન કરવામાં આવ્યું હતું ત્યારથી શાળાની શુભ શરૂઆત કરાઈ હતી શાળાને 45 વર્ષ પૂર્ણ કરી 46 માં વર્ષમાં આજરોજ મંગળ પ્રવેશ કરાયો હતો શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળાની બાળાઓ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત ગીત કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માલગઢ ના ભેરાજી કસ્તુરજી સુદેશા, એન.સી.માળી વડાવલ સરપંચ માવજીભાઈ દેસાઈ, પૂવૅ સરપંચ શ્રવણકુમાર ગીગાજી પરમાર ભીલડી પોલીસ સ્ટેશન માંથી વડાવળ બીટ જમાદાર ગૌતમભાઈ અને સુરેશસિંહ માલગઢ સી આર સી, ડીસા બીટ 2 ના કે.ની.દશરથજી વિહોલ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોનું ફૂલ છડી ચાદર ઓઢાડી શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સ્થાપના દિન મો ઉપસ્થિત મહાદેવપુરા વિસ્તારના આગેવાનો વડીલો માતાઓ બહેનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં બાળકોને શુદ્ધ પાણી પીવા માટે નો આરો પ્લાન્ટ જરૂપજી દેવાજી સાંખલા દ્વારા દાન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *