ડીસાના કંસારી ગામના ખેડૂત પરિવારની દીકરીને હૃદયના ઓપરેશનની જરૂર હતી. પરંતુ હૃદયના ઓપરેશનથી ગભરાતા પરિવારને આરોગ્ય કર્મચારીઓએ સતત કાઉન્સિલિંગ કરીને હિંમત આપી દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા બાદ તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આજે પરિવારના પિતા જે દીકરીના દર્દથી ચિંતિત રહેતા હતા તે પરિવારના સભ્યોના ચહેરા પર હવે ખુશીની લહેર જોવા મળી રહી છે.ડીસા તાલુકાના કંસારી ગામના વખુજી ઠાકોરની દીકરી પાયલને હ્રદયની બીમારી હતી. જેને લઈને તેઓ ખુબ જ પરેશાન રહેતા હતા. વખુજીને ખબર જ નહોતી પડતી કે કરે તો હવે શું કરે એવામાં હેલ્થ ટીમ 169 તેમની વ્હારે આવી અને સમજ આપી તેઓને તેમની દીકરીના ઓપરેશન માટે તૈયાર કર્યા બાદમાં હેલ્થ ટીમની મળી મદદથી તારીખ 8જૂન 2022ના રોજ વખુજીની દીકરીની પહેલી વિઝિટ યુ.એન.મહેતા હોસ્પિટલમાં થઇ. ત્યારબાદ તા.13 જૂન 2022 ના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી અને 2 જુલાઇ 2022ના રોજ સફળ ઓપરેશન કરાયું. બાદમાં રજા મળતા ઘરે પરત ફર્યા. આ સમગ્ર દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખેડૂતની દીકરીની સારસંભાળ લેવામાં આવતી હતી
ડીસાના કંસારી ગામની દીકરીનું આરોગ્ય વિભાગ દ્વારા હૃદય રોગનું સફળ ઓપરેશન
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
