બનાસકાંઠા જીલ્લા lcb દ્વારા અવાર નવાર દારૂ નો ઝથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે આજે થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દુધવા ગામના પુલ નજીકથી એક ઇકો ગાડી નં GJ – 01 – RH – 1860 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૦ કિ.રૂ. ૬૩ , ર ૦૦ / – તથા મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ. ૫,૦૦૦ / તથા ઇકો ગાડી GJ – 01 – RH – 1860 ની કિં.રૂ -૨,૦૦,૦૦૦ / – મળી કુલ કિં.રૂ -૨,૬૮,૨૦૦ / -ના મુદ્દામાલ સાથે કેવળસીહ વગતાવરસીહ રાજ્બુત રહે . નારખાનસીહ કી ઢાણી આગોર તા.જી. બાડમેર ( રાજસ્થાન ) વાળાઓ પકડાઇ જઇ તથા રાજુભાઇ રહે . ખૂગણનગર તા . રાનીયા જી . સીરસા ( હરીયાણા ) વાળાએ દારૂ ભરાવી તથા દિપકભાઇ રાજકોટ વાળાએ દારૂ મંગાવી ગુનો કરવામાં એકબીજાને મદદ ગારી કરેલ હોય સદરેના વિરૂધ્ધમાં થરાદ પોસ્ટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે