વાવ તાલુકાના ઢીમા થી સપ્રેડા જતા પાંચ કિલોમીટરના અંતર નો રોડ ખખડધજ હાલતમાં થઈ ગયો છે જેથી કરીને વાહન ચાલકો તેમજ અત્યારે મોટાભાગના લોકો ખેતરમાં વસવાટ કરે છે જેને લઇને ત્યાંથી ચાલતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતે સપ્રેડા માલાણી વિદ્યાલય હાઇસ્કુલ ના પ્રમુખ મુળાભાઈ પટેલ દ્વારા કાયૅપાલક ઈજનેર માગૅ અને મકાન પંચાયત વિભાગ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ઢીમા સપ્રેડા રોડની નોંધ લઇને તાત્કાલિક ધોરણે નવેસર બનાવવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે જોકે આ રોડ વર્ષ ૨૦૦૯ની સાલમાં નવીન બનાવવામાં આવ્યો હતો તેને આજે બાર વર્ષ થવા આવ્યા છે જેથી લોકોની માગ છે કે આ રોડ ને નવેસર ફરીથી બનાવવામાં આવે અત્યારે રોડ બિલકુલ તૂટી ગયો છે રોડ વચોવચ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને વાહનો લઇને ચાલવું હોય તો મોટી મુશ્કેલીઓ પડી રહી છે જેમાં માલાણી વિદ્યાલય માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પણ શાળાએ જવામાં રોડ તુટી ગયેલો હોવાના કારણે સમય વધુ વેડફાય જે જેને ધ્યાનમાં લઇને તાત્કાલિક ધોરણે આ રોડનું નવિનીકરણ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.