વાવનાં માડકા ગામનાં યુવાનોએ 150 કિલોનાં લાડુ,અને 100 કિલો ગોળ ગૌશાળામાં અર્પણ કરાયો

વાવ તાલુકાનાં માડકા ગામનાં યુવાનો દર વર્ષે નિર્જળા એકાદશી,ઉતરાયણ જેવાં ધાર્મિક તહેવારોમાં પણ હિંદુ ધર્મમાં ખૂબ જ મહિમા રહેલો છે ત્યારે ગામનાં સમસ્ત યુવાનો દ્વારા આવું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવે છે. ત્યારે નિર્જળા એકાદશી નિમિત્તે માડકા ગામની ગૌશાળામાં 100 કિલો ગોળ ગાયોને ખવડાવવામાં આવ્યો હતો.નિર્જળા એકાદશી પવિત્ર દિવસે અને પાવન પર્વ નિમિતે માડકા યુવા મિત્ર મંડળ અને સમસ્ત ગ્રામજનોનાં આર્થિક સહયોગથી અને સોશિયલ મીડિયાનાં માધ્યમ થી ફાળો કરી કૂતરાઓ માટે 150 કિલોનાં લાડુ બનાવવામાં આવ્યા હતા , અને માડકા ગૌ શાળા માં સમગ્ર યુવાનો ના સાથ સહકાર થી 100 કિલો ગોળ ગાયો ને ખવડાવવામાં આવ્યા હતાં.સમસ્ત માડકા ગામનાં યુવા મિત્રો અને વડીલો એ એક જ મેસેજથી ફાળો ઉદાર હાથે આપ્યો હતો ,આમ માડકા યુવા મિત્રો ના સેવાકીય કાર્યો ની ચોમેર પ્રશંસા થઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *