સરહદી બનાસકાંઠા ના વધુ એક ગામ માં પાણી નો પોકાર ઉઠવા પામ્યો છે જેમાં વાવ તાલુકા ચંદનગઢ ગામ માં છેલ્લા એક માસ થી રેગ્યુલર પીવાનું પાણી ના મળતા કળકળાટ યથાવત જોવા મળ્યો છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઉનાળાની સીઝનમાં પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમતા સરહદી પંથક વિસ્તાર ના કેટલાય લોકો સહીત પશુ પખીયો ભારે હાલાકીઓને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાઇપલાઇનમાં બિનઅધિકૃત કનેક્શન વધારે હોવાથી પાણી ના મળતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતથી સ્થાનિક નેતાઓથી લઈને તંત્રના જવાબદારો પણ સારી રીતે વાકેફ છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ વિસ્તારના લોકોએ દર વર્ષે પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવે છે.વધુ માં અહીના લોકો ની એક જ માંગ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળે તેમ જણાવ્યું હતું
વાવ ના ચંદનગઢ માં પાણી ની પારાયણ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
