Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન

ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા તેઓ જ ડીજીપી રહેશે. 31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે. એક તરફ સંપૂર્ણ વર્ષ ચૂંટણીનું છે. ત્યારે 8 મહિનાનું જાન્યુઆરી સુધીનું એક્સ્ટેન્શ અપાયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં કે એ પહેલા સરકારના 5 વર્ષ પૂર્ણ થતા ચૂંટણીઓ યોજાશે ત્યારે એ પહેલા આશિષ ભાટીયાને જ ડીજીપી તરીકે આ એક્સ્ટેન્શન 8 મહિના માટે મળ્યું છે.

નોટીફિકેશન તેમના એક્સ્ટેન્શનને લઈને જાહેર કરાયું છે. ચૂંટણીના આ વર્ષમાં મુખ્ય સચિવ પંકજ કુમાર અને આશિષ ભાટીયા આ બન્નેને એક્સ્ટેન્શ આપવામાં આવ્યું છે. અગાઉ આશિષ ભાટીયા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે રહી ચુક્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરથી તેમને ડીજીપી બનાવાયા હતા ત્યારે આ કાર્યકાળ ડીજીપી તરીકેનો પૂર્ણ તેમણે કર્યો છે.

અગાઉ આશિષ ભાટીયાના સ્થાને અન્ય નામોની પણ ચર્ચા હતી ત્યારે અત્યાર પુરતું એક્સ્ટેન્શન આશિષ ભાટીયાને મળ્યું છે. હવે જાન્યુઆરી સુધી તેઓ આ કાર્યભાર આગળ ધપાવશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: