પાંચ માસ પહેલા ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં સર્જાયેલી મારમારીમાં હરેશભાઈ નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો.. અને આ ઘટનાને પગલે હરેશભાઈના પરિવાર દ્વારા આગથળાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.. બાદમાં હરેશભાઈ હોશમાં આવતા સમગ્ર હકીકત જણાવતા હરેશભાઈના પરિવારના સભ્યો પોલીસ મથકમાં વધારાની વિગત જણાવવા ગયા હતા.. આ ઘટનાની તપાસ ડીસાના ડી.વાય.એસ.પી. ચલાવી રહ્યા હોવાના લીધે ડી.વાય.એસ.પી. પાસે રજૂઆત કરવા હરેશભાઈના પરિવારના સભ્યો સ્થાનિક સરપંચ બાબુભાઇ ચૌહાણને સાથે લઈ ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા.. તે દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પોલીસ ઈન્સ્પેકટર દ્વારા સરપંચ સહિત રજૂઆત કરવા આવેલા લોકો સાથે બેહૂદું વર્તન કરવામાં આવ્યું હતું.. અને પોલીસ મથકમાથી હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક કક્ષાએ આ પરિવારને ન્યાય ન મળતા આ પરિવારના સભ્યો અને સરપંચ ગત રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા.. અને આ ઘટનામાં વધુ કલમો ઉમેરી સ્વતંત્ર રીતે ફરી રહેલા આરોપીઓને તાત્કાલિક અટકાયત કરવાની માંગ કરી હતી.
ડીસા તાલુકા ના પાલડી ગામ ના બનાવ માં ફરાર આરોપી પકડવાની માંગ
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
