Live Sun, Nov 15, 2026
Rajkot • 31°C Sunny

PUBG રમવા પુત્રે 500 રૂપિયા માંગ્યા, પિતાએ ન આપતા ચપ્પુ ઘા મારી ફરાર થયો, પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

પબ્જી ગેમ તરફ વળી રહેલી આજની યુવા પેઢી કઈ હદ સુધી જઈ રહી છે તેનો કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા એક પિતા પર પુત્રએ પબ્જી ગેમ રમવા રૂપિયા માંગ્યા હતા. રૂપિયા નહિ આપતા પુત્રએ ચપ્પુ વડે પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટના અંગે લિંબાયત પોલીસે પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

લિંબાયત પોલીસ સ્ટેશનમાં પિતાએ પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

મોબાઇલમાં રિચાર્જ પૂરું થઇ જવાના કારણે પિતા પાસે રૂપિયાની માંગણી કરી હતી

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈલાલ કારાભાઈ માળી પર તેના જ સગા નાના પુત્ર દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ સાંજના આઠ વાગ્યાના સમય દરમિયાન પિતા ભાઈલાલ માળી પોતાના ઘરે હતા. દરમિયાન પુત્ર ઉમેશ દ્વારા પબ્જી ગેમ રમવા માટે રૂપિયા 500ની માંગણી કરવામાં આવી હતી. મોબાઇલમાં રિચાર્જ પૂરું થઇ જવાના કારણે પબ્જી ગેમ રમવા માટે ઉત્સુક ઉમેશ દ્વારા રિચાર્જ કરવા વારંવાર રૂપિયા માટે પિતા પાસે આજીજી કરી હતી.

રૂપિયા કમાવી રિચાર્જ કરાવવાનું રહેતા પુત્રએ પિતાને ચપ્પુના ઘા માર્યો

પિતાએ જાતે રૂપિયા કમાવી લઈ રિચાર્જ કરાવી લેવા કહેતા પુત્ર ઉમેશ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા પુત્ર ઉમેશ દ્વારા ક્યાંકથી તિક્ષ્ણ ચપ્પુ લાવી પિતા પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલાની ઘટના બાદ પુત્ર ઉમેશ ફરાર થઇ ગયો હતો. બાદમાં મોટો પુત્ર ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે લિંબાયતની ખાનગી હોસ્પિટલમાં ગઈ ગયો હતો. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ પણ પહોંચી હતી અને પિતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ઘટના અંગે લિંબાયત પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: