નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓ માટે અનોખી પહેલ…દીકરીના લગ્ન અને શ્રીમંત પ્રસંગે રોકડ દાન નુ પુરસ્કાર અપાશે….લગ્ન પ્રસંગે ૧૧૦૦ અને શ્રીમંત ના પ્રસંગે ૩૧૦૦ રૂપિયા…ડીસા તાલુકાના નવી ભીલડી ગામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન મહેશભાઈ મોદી દ્વારા નવી ભીલડી ગામની મહિલાઓ અને દીકરીઓ માટે યોજના બનાવી એક નવી પહેલ કરવામાં આવી રહી છે….રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ની વાતો વચ્ચે નવી ભીલડી ગામના મહિલા સરપંચ ગીતાબેન મોદી દ્વારા ગામની દીકરીઓના લગ્ન પ્રસંગે રૂપિયા ૧૧૦૦ રોકડ પુરસ્કાર તથા દીકરી અને વહુના સીમંત પ્રસંગે રૂપિયા ૩૧૦૦ રોકડ પુરસ્કાર આપવાની નવી યોજના બનાવવામાં આવી છે.આ બાબતે મહિલા સરપંચ ગીતાબેન મહેશભાઈ મોદીએ યે હૈ ન્યુજ ઇન્ડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી ગ્રામ પંચાયતમાં કેટલાક સનિષ્ઠ વ્યક્તિઓ દ્વારા ફંડ આપવામાં આવેલ હતું અને આ ફંડનો કોઈ સારા કાર્ય માટે ઉપયોગ કરવા નો હોવાને લઇને ગ્રામ પંચાયતના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અમોએ ભીલડીમાં રહેતા અથવા ભીલડીમાં મતદાર હોય તેવા વ્યક્તિઓના ઘરમાં સારા પ્રસંગે નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા દિકરી (કુંવાસી)ના લગ્ન પ્રસંગે તેને ૧૧૦૦ રૂપિયા આર્શિવાદ સ્વરૂપે આપવા અને ભીલડીની દિકરી (કુંવાસી) અથવા વહુંવારૂ હોય તેના શ્રીમંત (ડિલીવરી) પ્રસંગે રૂ.૩૧૦૦ આર્શિવાદ સ્પરૂપે આપવાનું નક્કી કર્યું છે .આ નવી પહેલ ની યોજના નો અમલ માં આદ્યશક્તિ ના નવરાત્રિના પ્રથમ દિવસથી જ કરવામાં આવતા ગ્રામજનો એ આ પગલાને આવકારદાયક છે