Live Fri, Nov 13, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના તખતપુરા ગામે પીવાના પાણી ની બુમરાડ ,શાળા ના વિદ્યાર્થીઓ પાણી માટે રઝળપાટ

સરહદી વાવ અને સુઈગામ તાલુકાનાં રણની કાંધીએ આવેલ ગામડાઓમાં દર વર્ષે ઉનાળાનાં પ્રારંભે જ લોકો વલખા મારી રહ્યાં છે. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ખેતરોમાંથી નીકળતી પીવાનાં પાણીની મેઈન પાઈપલાઈનમાં બિનકાયદેસર કનેક્શનને કારણે પીવાનું પાણી નહિ મળતું હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે તખતપુરા ગામમાં અને  શાળામાં પીવાનાં પાણી અંગે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજુઆત ગ્રામજનોએ કરી છે માવસરીથી માત્ર ચાર કિમીએ આવેલ તખતપુરા શાળામાં એક માસથી પીવાનું પાણી નહિ મળતાં શાળામાં અભ્યાસ કરતાં 200 બાળકોને દૂર દૂર સુધી 40 ડીગ્રી તાપમાનમાં પણ પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે.તખતપુરા ગામને 12 કિમિ કુંભારડી પાણી પુરવઠાનાં મેઈન સંપમાંથી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે  સરહદી વાવ,સુઈગામ સહિત થરાદ તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે.હાલમાં ગરમીની શરૂઆતમાં પણ લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.રણની કાંધીએ આવેલ ગામડાઓમાં 45થી 50 ડીગ્રી ગરમીમાં પણ મહિલાઓને પીવાનું પાણી ઉપાડીને લાવવું પડે છે.ત્યારે ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા અલગ જ દેખાઈ રહી છે.પીવાનાં પાણીની કાયમી સમસ્યા ઉકેલાય એવી માંગ ગ્રામજનોએ કરી છે.

  • સરપંચ શું કહે છે જાણો
  • આ અંગે તખતપુરા (જોરડીયાળી)ગામનાં સરપંચ અમરતભાઈ રબારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં પીવાનાં પાણીની વધારે જરૂરિયાત રહે છે.તો વળી સરકારનાં જ માનીતા લોકો એજન્સીઓ ચલાવતા હોઈ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.એકમાસથી પીવાનું પાણી આવતું નથી ત્યારે પાણી પુરવઠા નિગમમાં પણ અનેક વખત લેખિત રજુઆત કરી છે.છતાં પણ પીવાનું પાણી મળતું નથી હવે પછી ગાંધીનગર મુખ્યમંત્રી સહિત પાણી પુરવઠા મંત્રી સમક્ષ ગ્રામજનો સાથે રૂબરૂ રજુઆત કરીશું
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: