સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ખેડૂતોમાં ખૂશીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં સરહદીય વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું . જેને લઈને વાવ, થરાદ, સુઇગામ, ભાભરના ખેડૂતોમાં ચિંતિત બન્યા હતાં. બીજી તરફ વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે સરકારમાં રજૂઆત કરાઇ હતી જેમાં કેનાલમાં સિંચાઇનું પાણી ચાલુ રાખવા માંગ કરાઇ હતી. તેમજ તાજેતરમાં ભાભર ખાતે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેનાલોમાં પાણી ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ હતી જેને પગલે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આગામી 31 માર્ચ એટલે કે, 15 દિવસ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં ધરતી પુત્રોમાં આનંદ વ્યાપી ગયો હતો.
ખેડૂતો ખુશી માહોલ ,કેનાલો ૩૧ મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો
Tags:
#canals decided to continue water till March 31#Farmers happy#કેનાલો ૩૧ મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો#ખેડૂતો ખુશી માહોલ#થરાદ#બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં#ભાભરના ખેડૂતોમાં ચિંતિત#વાવ#સુઇગામ
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
