બનાસ બેંકના જનરલ મેનેજર અશોક ચૌધરીનું નિવેદન મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયવિહોણા

બનાસકાંઠા માં સોમવારે સહકારી બનાસ બેંક ની વહીવટી સમિતિ ની બેઠક યોજાઈ હતી. જેમાં બોગસ ભરતી પર રોક લગાવી દેવામાં આવી હતી તેમજ બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરી ને પોતાના હોદ્દા પરથી કાયમ માટે બરતરફ (હકાલપટ્ટી) કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. પરંતુ આ બાબતે અશોક ચૌધરી એ અમારી મીડિયા ટીમ સાથે વાતચીત જણાવતા કહ્યું હતું . મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયવિહોણા છે વધુ માં જણાવતા કહ્યું કે નોકરી મેળવવા સમયે બુંદેલખંડ યુનિવર્સિટીની કોઈ ડીગ્રી આપી જ નથી મારી ભરતી HSC અને SSC ધોરણે કરવામાં આવી હતી ત્યારબાદ પ્રમોશન મેળવી જનરલ મેનેજર ની પોસ્ટ પર પહોચ્યો છુ .રાજકીય બદઈરાદાપૂર્વક મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારી તમામ શૈક્ષણિક લાયકાત સરકાર દ્વારા માન્ય કરેલી યુનિવર્સિટીની છે.આડ કતરી રીતે મને મોહરો બનાવવામાં આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *