ડીસા ગાયત્રી મંદિર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ડીસા ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક એક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી હતી. ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેન્ક ની સામે રોંગ સાઇડમાં આવી રહેલ રીક્ષા છકડો સામેથી આવી રહેલ બાઈક પર સવાર બે યુવકોને અડફેટે લીધા હતા જેમાં બાઇક પર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે રોડ પર પટકાયા યુવક નેમારામ દિપારામ જાટ (ચૌધરી) રાજસ્થાન વાળા પર ડમ્પર નું ટાયર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ મંગલભાઈ ખેગારભાઈ રબારી 22 વર્ષ રહે. ટેટોપ રાજસ્થાન. ઘાયલ થયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.તાત્કાલિક 108 જાણ કરતા 108 ની ટિમ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ યુવકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો.તેમજ ડીસા ઉત્તર પોલીસ ને જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતક યુવકની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *